વાત છે સોરઠની વિરાગનાની - 8

(13)
  • 4.2k
  • 1
  • 1.1k

આંખ ખુલી ત્યારે સવારના ૧૧ વાગી ગયા હતા. સુરજ દાદા ક્યારે ઉગ્યા અને માથે આવી ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો છે. તરત જ ફોન હાથમાં લીધો અને સ્વયમનો ફોન કે મેસેજ છે કે નહીં તે જોયું પણ તેનો કોઇ ફોન કે મેસેજ ન હતો. જેથી હંુ થોડી ગભરાઇ ગઇ. પછી ખ્યાલ આવ્યો કે સ્વયમના પપ્પા હજી ગાંધીનગર પહોંચ્યા હશે. તેઓ તેમના ઉપરી અધિકારીને મળશે વાત કરશે પછી મને જવાબ આપશે. ખ્યાલ આવતાની સાથે જ ફોન બાજુમાં મુકી હું મારી દિનચર્યામાં પરોવાઇ ગઇ. સ્વયમના પપ્પા તેમના અધિકારી સાથે વાત કરશે અને શું જવાબ આવશે તેનો વિચાર મનમાં સળવળી રહ્યો હતો