જીંગાના જલસા - ભાગ 12

  • 2.7k
  • 940

પ્રકરણ 12 આગળ આપણે હરિદ્વારના અમુક સ્થળો વિશે માહિતી મેળવી... હવે આગળ.... વિષ્ણુઘાટથી અમે પાવનધામ પહોંચ્યા.પવનધામ હરિદ્વારથી લગભગ બે કિલોમીટર દૂર છે. પાવનધામને પ્રાચીન મંદિરોમાંથી એક મંદિર ગણવામાં આવે છે. પાવનધામ કલાત્મક મૂર્તિ અને કાચની કલાઓ માટે પ્રખ્યાત છે.પાવનધામને કાચનું મંદિર પણ કહેવામાં આવે છે.અહીંયા દેવી -દેવતાઓની મૂર્તિને રંગીન કાચથી સજાવવામાં આવ્યા છે.આ કાચની કલાત્મકતા આપણને અભિભૂત કરી દે એવી છે. આખા મંદિરને ચક્કર લગાવતા લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગે છે. મૂર્તિ તથા કાચની વિવિધ કળાઓ જોઇને આપણે આશ્ચર્ય ચકિત બની જઈએ છીએ.અમે આ કલાત્મક મૂર્તિઓ અને રંગીન કાચની કલાકારીગરી નિહાળી નીકળી પડ્યા ગૌઘાટ તરફ. આ ઘાટ ગૌહત્યાના