રમતુજી :(સાહેબ -બાપુ-મુખીજી)આ ચોરીમાં મારો કોઇ હાથ નથી પરંતુ વસતાજીએ લગ્નનો ખર્ચ કાઢવા ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને મારી વનેચંદભાઇની દુકાન તથા ઘરે ચોરી કરવા રેકી કરવા મદદ માંગી હતી કારણ કે તે બીજા ગામનો હતો અને એકલો અવર-જ્વર કરે તો લોકોને શંકા પડે તેથી તેની સાથે બેસી રેકી કરવા સાથ આપવા મને મનાવ્યો હતો અને લોકોને શંકા ના પડે તેથી અમે બીડી પીવા બેઠા છીએ તેવી રીતે વાતો કરતા તેમની દુકાનની અવર-જ્વર ઊપર નજર રાખતા હતા.વનેચંદભાઇ જયારે ખરીદી કરવા અંગે બાજુના ગામ જાય છે અને તેમના ઘરવાળા તે દિવસે તેમના પિયર જાય છે તેની નોંધ