રિષભે ફોન પર હેમલની વાત સાંભળી પછી કહ્યું “ઓકે, પણ હવે તું પેલી શ્રેયાની ઓફિસ પર પણ જતો આવ અને તેને ખબર ન પડે તે રીતે તેના એકાઉન્ટસના પણ સ્ટેટસ લેતો આવજે. નવ્યા અને નિખિલ સાથે જમવામા બીજી છોકરી હતી તે શ્રેયા જ છે. તેના પર પૂરી વોચ રખાવજે." આ સાંભળી ફોન પર હેમલ પણ ચોંકી ગયો અને સામે બેઠેલા વસાવાસાહેબ પણ અચંબામા પડી ગયા. પણ વસાવા આજે કંઇ પૂછવાની હિંમત કરી શક્યા નહી. વસાવાસાહેબ ફાઇલ શોધવા બહાર નીકળ્યા એટલે રિષભ ફરીથી ભુતકાળના વિચારમાં ખોવાઇ ગયો. "અનેરી સાથેની પહેલી મુલાકાત બાદ તે તેના રેગ્યુલર રુટીનમાં ગોઠવાઇ ગયો હતો. વિદ્યાનગરની લાઇફ