સુંદરી - પ્રકરણ ૩૩

(95)
  • 4.8k
  • 4
  • 3.3k

તેત્રીસ વરુણના મનમાં આ વિચાર સતત ચાલુ રહ્યો હતો. “ઉતરવું નથી? ઓ...ઓ ભાઈ? ઉતરવું નથી?” વરૂણનું ધ્યાનભંગ કરતાં કૃણાલ બોલ્યો. કૃણાલે સુંદરીના મેસેજ મોકલવા પાછળના કારણોમાં ખોવાઈ ગયેલા વરુણનો ખભો પકડીને તેને હલાવ્યો. “હેં? શું?” વરુણ જાણેકે મંગળ ગ્રહ પરથી કોઈએ એને ખેંચીને પૃથ્વી પર લાવીને ઉભો કરી દીધો હોય એમ આશ્ચર્યથી બોલી પડ્યો. “આપણું સ્ટેન્ડ આવી ગયું. ઉતરવાનું નથી? બધાં ઉતરવા લાગ્યા, જલ્દી કર નહીં તો હમણાં બસ ઉપડી જશે.” કૃણાલ પોતાના સ્થાને ઉભો ઉભો જ વરુણને કહી રહ્યો હતો. “હા, ઉતરવાનું તો હોય જ ને? ચલ.” વરુણે કૃણાલથી આંખ ચોરી અને બસના ઉતરવાના દરવાજા તરફ ચાલવા લાગ્યો. હજી