ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-21

(127)
  • 6.8k
  • 10
  • 4k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-21 નીલાંગ અને નીલાંગી 8.30ની લોકલમાં નીકળી ઘરે જઇ રહ્યાં હતાં. બંન્ને જણાં એકબીજાને એકજ સમાચારની સરપ્રાઇઝ આપવા માંગતાં હતાં. નીલાંગીએ જણાવ્યા પછી નીલાંગે કહ્યું આ કેસ મારી પાસે જ છે મને જ સોંપ્યો છે અમારા ન્યૂઝ પેપર અંગે. નીલાંગે આગળ વધતાં પહેલાં કીધુ. નીલો, હું જે લાઇનમાં કામ કરું છું એનો પહેલો સિધ્ધાંત જે વાત મનમાં રાખવાની હોય એ પેટ સુધી પણ નહીં જવા દેવાની નહીતર ઘણાંને બીજાને એ ખાનગી વાત કહી દેવાનો અસહ્ય દુઃખાવો થાય છે એ બીજાને કહીદે પછી એને નિરાંત થાય છે. નીલો આ કેસ મારી પાસે છે અને મેં આ કેસની મોટાંભાગની વાતો