મારી એક મિત્ર ઘણા વર્ષો પછી મળવા આવી. આવીને પહેલાં તો ધ્રૂસકે ધ્રૂસકે રડી. એ નક્કી નહોતી કરી શકતી કે, પતિના બેરહમ ત્રાસને લગ્નના ૨૭ વર્ષો પછી સહન કરે રાખવો કે હવે લોકલાજની ચિંતા કર્યા વગર એનાથી મુકત થવું? એના ત્રાસને જરાક અમથો શબ્દદેહ આપીને રજૂ કરું છું, તો ય થથરી જવાય છે. પુરૂષપ્રધાન સમાજમાં પુરુષ એટલે એકાદિકાર સત્તા!! ઘણા લોકો સ્ત્રીઓને હલકી ગણે છે. નીચી ગણે છે. નબળી ગણે છે. આજના આધૂનિક યુગમાં પણ મહિલાઓ જુલમ અને અન્યાયથી રૂંધાય છે. શું આપણે આ માનસિકતામાંથી ૨૧મી સદીમાં બહાર નીકળીશું ખરા?? એ માણસ (?) માણસ જેવો દેખાય છે એટલે જ ને!!