જીંગાના જલસા - ભાગ 10

  • 2.2k
  • 1
  • 982

પ્રકરણ 10 આગળ આપણે ગોકુલ મથુરા વિશે જાણ્યું... હવે આગળ.... વહેલી સવારે છ વાગ્યાની આસપાસ અમે નાહી પરવારીને નાસ્તા માટે ભેગા થયા. ગરમા ગરમ ચા સાથે ભાખરીનો નાસ્તો કર્યો અને લગભગ સાડા સાત વાગ્યે અમે વૃન્દાવનધામ તરફ ચાલી નીકળ્યા. લગભગ પચ્ચીસથી ત્રીસ મિનિટની મુસાફરી બાદ અમે પાગલબાબા મંદિર પહોંચ્યા.ખૂબ જ વિશાળ અને નયન રમ્ય આ પાગલબાબાનું મંદિર તથા તેનું બાંધકામ ખૂબ જ બુદ્ધિગમ્ય રીતે કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં પ્રવેશતા માતા સૂદેવી કુંડ પ્રથમ નજરે ચડે તે રીતે બનાવવામાં આવ્યો છે. પાગલ બાબા (શ્રી શીલાનંદજી મહારાજ) નામના સંત દ્વારા બનાવવામાં આવેલું આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં છે. દંતકથાઓ અનુસાર શીલાનંદજી કલકત્તાની