ચાંદની રોશની આજે શિતળ નહોતી આજે એકદમ જીણી ખીલેલ હતી. રાતનો સમય હતો ને સ્નેહાના ઘર ખાલી સ્નેહાના અવાજથી ગુજી રહયો હતો. આજે તે ખુદ ભાનભુલી બની રહી હતી. કોઈ શબ્દો તેની લાગણીને જાણે હઠ કરી ગયા હોય તેમ તે શબ્દો તેને બોલવા મજબુર કરી રહયા હતા. તે આજે ચુપ થાય તેમ ના હતી."હું જાણું છું આપણા ઘરે આમ કોઈ પણ છોકરીને બોલવાની પરમિશન નથી. છતાં પણ, મે તમારા સામે આજે અવાજ ઉઠાવવાની ભુલ કરી. મોટાપપ્પા, તમે જ વિચારો શું છોકરીની જિંદગી એટલે ખાલી ચુપ રહી બધું જ સાંભળી બેઠું રહેવાનું...?? શું તેમને બોલવાનો કોઈ અધિકાર ના