વરસાદ બંધ થવાનું નામ લેતો નહતો, મને દીપકની ચિંતા હતી કે એ વરસાદમાં ભીંજાતા ભીંજાતા રાહ જોતો હશે તો? બહુ મૂંઝવણ થતી હતી શું કરવું? બા રસોડામાં જ કૈક કરતી હતી. અમે ત્રણેય ભાઈ બહેન વરસતા ધોધમાર વરસાદને જોઈ રહ્યા હતા. આજે મને વરસાદ મારા પ્રેમનો શત્રુ લાગતો હતો. સમય વીતતો જઈ રહ્યો હતો, ત્યાં મને એક વિચાર આવ્યો. મેં કહ્યું હું વરસાદમાં ન્હાવા જાવ છું અને ન્હાતા ન્હાતા જ રેખાના ઘરે જઈશ. બા ને ના સંભળાય એટલું ધીમે બોલી જલ્દી જલદી નીકળી ગઈ. જગદીશ અને જાગૃતિ લેશન કરતા કરતા એકબીજા સાથે કૈક વાતનો ઝગડો કરવામાં વ્યસ્ત હતા. કોઈએ સાંભળ્યું