સ્મિતનાં પગ દરવાજાની નજીક પહોંચતાં જ થંભી ગયાં. એણે એક જ પર જાણે આખાં રૂમમાં નજર ફેરવી દીધી...એની નજર ફરી એ કન્ટેનર બોકસ પાસે રહેલાં એક ઉંદર, એક કબૂતર, એક દેડકો...વગેરે પર ગઈ. એની આંખો આશ્ચર્ય મિશ્રિતભાવ સાથે પહોળી થઈ ગઈ. જે બધામાં એણે કોરોના વાયરસને કુત્રિમ રીતે પેદા કરીને આ બધાંનાં શરીરમાં દાખલ કર્યાં હતાં. એ બાદ એક જ દિવસમાં એ બધાં જ વારાફરથી બેભાન થયાં હતાં તો કોઈ બહું ખરાબ સ્થિતિમાં તરફડતા હતાં. ત્યારબાદ એણે વેક્સિન બનાવીને પરીક્ષણ માટે આ બધાંને જ એણે ઈન્જેક્ટ કરી હતી. પણ એમાંથી ત્રણ જણાં ફરી નોર્મલ બની ગયાં છે જ્યારે બીજાં ચારેક જણાં તો