મન - ઉપવન - ડૉ. સ્મિતા ત્રિવેદી

  • 1.6k
  • 470

૧. મન-ઉપવન મનનાં પ્રાંગણમાં ઘૂમવા ગઇ, વિચારોનું લીલુંછમ ઘાસ, પ્રેમની ભીની ભીની માટી લાગણીઓનું જળ તન-મનને શાતા સાથે અજબની તાજગી આપી ગયાં. સવારના ગુલાબી કિરણોમાં ખિલેલા વિશ્વાસના ફૂલોને પૂછ્યું, તને અવિશ્વાસના કાંટાં ક્યારે ઊગ્યા? છોડની શંકાની કાંટાળી ડાળખી વચ્ચેથી આવીને તરત જ ચૂંટણી ખણી ગઇ. ચડતા સૂરજના તામ્રવર્ણી કિરણોમાં ચમકતાં પ્રેમના ઘટદાર વૃક્ષને પૂછ્યું તું સ્વાર્થથી તો આટલું બધું નથી ઝૂકી ગયું ને? અને અસ્તિત્વની પરમ કૃપાનો અહેસાસ કરાવતા મૂળિયા પગને જડબેસલાક સ્પર્શી ગયાં. હવાના સંગે ઝૂમતાં અને પોતાની મસ્તીમાં મદહોશ ગુલાબના લાલ ગુલાબી રંગોને, કેસૂડાંના કેસરી ખુમારને, અને રાતરાણીની યુવાન સુગંધને ખૂબ ધીમેથી કાનમાં પૂછ્યું, તમને