નવરાત્રિ

  • 3.6k
  • 994

યાદ નથી કઈ નવરાત્રિ પહેલી કહું ? અમારા ઘર પાસે ગરબા તો રમાતા ન હતા પણ મામાને ત્યાં ગરબો મૂકાતો એટલે પાછળના ત્રણ દિવસ તો ત્યાં જતાં. ખૂબ જ નાની હતી, લગભગ તેર વર્ષની. પહેલી વખત ગરબામાં કોઈને જોઈને મને ગમ્યું. ખૂબ ગમ્યું. બસ એને જોયા જ કર્યું. એ કોણ હતું મને ની ખબર. કોઈને પૂછ્યું પણ નહીં. એવી કોઈ જરૂર ની લાગી. એ વર્ષે ત્રણે દિવસ બસ એને જ જોયા કર્યું. નવરાત્રિ વીતી ગઈ. ઘરે આવીને પાછું રોજિંદુ કામ - શાળા, ટ્યુશન ચાલુ. ભૂલી પણ ગઈ. બીજા વર્ષે પાછી નવરાત્રિ આવી. અચાનક યાદ આવ્યું કે એ પાછો મને જોવા