બાળક ગમે તેવું હોય પણ માઁ માટે તે તેનાં જીવથી પણ વધુ વ્હાલું હોય છે. પોતાના સુખોને ભુલી તે પોતાના સંતાનોના સુખનું જ વિચારતી હોય છે. પોતાના સપનાંને હૃદયની તિજોરીમાં સંતાડી પોતાના બાળકોના સપના પુરા કરવા રાત-દિવસ જાગતી હોય છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, પારસી કે પછી અન્ય કોઈ પણ ધર્મની માઁ હોય બાળકો માટેનો તેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. એટલે જ કહેવાયું છે "માઁ તે માઁ બીજા બધાં વગડાના વા".માઁ શબ્દને વ્યાખ્યાયીત કરવો ઘણો જ મુશ્કેલ છે પણ હા... કહી શકાય 'વિશાળ હૃદય, કરૂણા, પ્રેમથી છલકાતી, નિરંતર ત્યાગ, સમર્પણ, સેવા અને સહનશીલતાથી ભરપૂર, વાત્સલ્યની વીરડી એટલે માઁ 'આવી