લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 35

(25)
  • 3.8k
  • 3
  • 1.9k

બધાની જ વિચારચરણા એક બાજું જ્ઇ રહી હતી. સરીતાબેન પણ તેમના કાકાની વાતમાં આવી ગયા. રમણીકભાઈ હજું ચુપ હતા. ફરી એકવાર સ્નેહાના કાકાએ વાતને ઉછેરવાની કોશિશ કરી. તેમના મોટાપપ્પા તેમના કાકાની વાત સાથે સહમત થઈ રહયા હતા. "રમણીક, જો હું એમ નથી કહેતો કે તું અત્યારે જ ના કહી દે. એકવાર હજું સમજવાની કોશિશ કરી જો તેમને. જે છોકરો કેટલી છોકરીઓ સાથે ફર્યો હોય તે છોકરો શું સ્નેહાને ખુશ રાખી શકે..!! આમેય ત્યાં આપણું કોઈ નથી. કાલ ઉઠીને કંઈ થયું તો લોકો આપણને જ કહેશે કે છોકરીને જોયા જાણ્યા વગર આપી દીધી. ભરતભાઈ એક જ આ વાત