પડછાયો - ૧૯

(39)
  • 3.5k
  • 1
  • 1.4k

પડછાયારૂપી રોકીના આત્માની મુક્તિ માટેની વિધિ કરવા કાવ્યા પોતાના મમ્મી અને સાસુ સાથે એ પહાડી પર પહોંચી ગઈ જ્યાં તેણે સૌપ્રથમ વખત પડછાયાને જોયો હતો. પહાડી ચઢતી વખતે કાવ્યા પર ચામાચીડિયાંએ હૂમલો કર્યો અને કાવ્યાના મોં પર બચકા ભરી લીધાં. છતાં કાવ્યા હવે પાછળ ન હટવાનું નક્કી કરી પોતાના મમ્મી અને સાસુ સાથે પહાડી ઉપર ચઢી ગઈ જ્યાં નયનતારા પહેલેથી જ તેની રાહ જોઈ રહી હતી.નયનતારાની પાસે યજ્ઞનો કુંડ તૈયાર હતો અને તેની એક તરફ પાંચ કાચની પારદર્શક બરણીઓ પડી હતી. તેમાં પાણી ભરેલું હતું અને એમાં કંઈક દડા જેવી વસ્તુ તરી રહી હતી. રાત્રીના અંધકારના લીધે એ સ્પષ્ટ દેખાઈ