***** આવી મળે ****** નથી અભરખા મહેફિલ ના ચાલ જઈએ ક્યાંક એકાંત તળે, આ ધરતી અને આકાશની સોબતમાં ક્યાંય પ્રકૃતિમાં મન મળે. શાંત સમંદરના જળ મહીં એમ તો અપાર શાંતિ નજરે પડે, રખે ને એના હૈયાના ઊંડાણમાં પણ દફન અચૂક સપનાઓ મળે. ઉપર ઉપર દેખાતી આ ખામોશી કંઇક તો રહસ્ય છુપાવે છે, લાગે કે અંતરમન ના પેટાળમાં કોઈક તો તોફાન ખળભળે. મન ફસાયું છે વિચારોનાં વમળ મહી બહાર આવવા કોઈ માર્ગ મળે. ચાલ ને કરી લઈએ થોડો પ્રયત્નબને કે તપસ્યા મારી ફળે. રાખજે હાથ હર હમેંશ તારો મારા શિરે