ફરી મળીશુ - પ્રકરણ-2

(12)
  • 2.8k
  • 1.5k

કોલેજનો સમય સાત વાગ્યાનો છે એટલે આપણે લેટ થઈ ગયા એમ સમજીને ક્લાસરૂમમાં ત્રણેક છોકરીઓ પ્રવેશ કરે છે. માત્ર શ્યામ સિવાય કોઇ જ નહિ, બધુ જ સુનકાર એકદમ નિરવ શાંતિ. ત્રણેય મનમાં ને મનમાં ગુસપુસ ચાલુ કર્યુ કે શુ કરવુ? આપણને ખોટો ટાઇમ તો નથી આપ્યો ને? શ્યામ તો એના કામમાં જ મસ્ત હોય છે. એને કઇ જ ન લાગે વળગે. એ એના કામમાં એટલો મસ્ત હતો પેલી છોકરીઓ વિચાર કરતી હતી કે બોલાવવો કે ન બોલાવવો પણ ધીરે ધીરે ક્લાસમાં બધા આવવા લાગ્યા હતા. ક્લાસમાં ત્રણ નવા ચહેરા જોઇને બધા અંદર અંદર ગુપસુપ કરતા હોય છે. ક્લાસમાં નિરવ શાંતિ