મૃત્યુ આકરું અને અસહ્ય લાગવાનું મૂળ કારણ એ છે કે મૃત્યુ સાથે બધું જ સમાપ્ત થઈ જાય છે અને ભાનની ક્ષણ પણ સમેટાઈ જાય છે. ખરું દુઃખ એથી જ કદાચ મૃત્યુનું નથી, પરંતુ મૃત્યુના નિમિત્તે જે કંઈ ગુમાવી દેવાનું છે એનું જ હોય છે. જીવન આખું સુખ-શાંતિ માટે દુઃખ વેઠ્યાં હોય અને અશાંતિ વેંઢારી હોય, ધનવૈભવ એકત્ર કર્યો હોય અને હવે એ ભોગવવાની ઘડી આવી ગઈ છે એવું લાગતું હોય, આશાઓ, અરમાનો અને મહત્વાકાંક્ષાઓના છોડ વાવીને જીવનભર સીંચ્યા અને હવે એને કળીઓ ફૂટવાની તૈયારી દેખાતી હોય, અનેક સપનાં આંખમાં આંજી રાખ્યાં હોય, સંબંધોના બાગ-બગીચા ઉગાડયા હોય અને એ બધું જ