સમાંતર - ભાગ - ૨૬ અંતિમ

(66)
  • 6.8k
  • 4
  • 2.3k

સમાંતર ભાગ - ૨૬ અંતિમ આગળના ભાગમાં આપણે જોયું કે 'નો મેસેજ નો કોલના' પાંચ દિવસ પૂરા થઈ ગયા છે. ઝલકે એનો નિર્ણય લઈ લીધો છે પણ નૈનેશ હજી પણ ક્યાંક અટવાયેલો છે. હવે આગળ... ***** રાતે એક વાગે બેલ વાગે છે. અડધી ઊંઘમાં ઝલક દરવાજો ખોલે છે ને જુવે છે તો સામે રાજ હોય છે. "તમે તો કાલે સવારે નીકળીને આવવાના હતાને.!?" રાજને અચાનક આવેલો જોઈને ઝલક આશ્ચર્યથી પૂછે છે... "હા પણ પછી સાંજે જ નીકળવાનું નક્કી કર્યું જેથી રાતે આરામ થઈ જાય ને સવારથી રૂટિન ચાલુ થઈ જાય." અંદર પ્રવેશતા રાજ બોલ્યો... "કેટલા વાગે નીકળ્યા હતાં.? ઝલકે પૂછ્યું...