સુંદરી - પ્રકરણ ૩૧

(93)
  • 5.3k
  • 3
  • 3.2k

એકત્રીસ લગભગ બીજો અડધો કલાક સુંદરી અને વરુણે આવી જ રીતે હસતાં હસતાં અને વાતો કરતાં કરતાં ગાળ્યો. વરુણને તો ઘરે જવાની કોઈજ ઈચ્છા ન હતી પરંતુ... “અગિયાર વાગી ગયા? ખબર જ ન પડી હેં ને? તમારે મોડું થતું હશે.” સુંદરીએ અચાનક જ કહ્યું. “ના ના, આજે તો રવિવાર છે એટલે...પણ હા ઘરે લોકો ચિંતા કરે એ પહેલાં પહોંચી જવું સારું.” વરુણે પોતાની લાગણીઓને સમજાવી દેતાં સુંદરીને કહ્યું. “હા બરોબર છે. એમને ચિંતા જરાય ન થવી જોઈએ.” સુંદરીએ પણ પોતાનું એ સ્મિત આપતા કહ્યું જે સ્મિત પર વરુણ તેની જાત કુરબાન કરી દેવા માટે હંમેશા તૈયાર રહેતો હતો. વરુણ તરતજ