વેધ ભરમ - 18

(183)
  • 9.4k
  • 5
  • 5.8k

બીજા દિવસે રિષભને સ્ટેશન પહોંચતા થોડૂ મોડુ થઇ ગયુ. રાતે ભુતકાળના વિચારોએ તેને એવો તો ઘેરી લીધો હતો કે તે મોડી રાત સુધી જાગતો રહ્યો હતો. તેને લીધે સવારે ઊઠવામાં પણ મોડુ થઇ ગયુ હતુ. રિષભ જ્યારે સ્ટેશન પહોંચ્યો ત્યારે આખો સ્ટાફ આવી ગયો હતો. રિષભ તેની ઓફિસમાં જઇને બેઠો એટલે હેમલ અંદર દાખલ થયો અને બોલ્યો “સાહેબ,તમારી તબિયત તો સારી છે ને?” કાલે રાત્રે અનેરીના ઘરેથી રિષભ નીકળ્યો ત્યારે તેનો મૂડ સારો નહોતો આ જોઇ હેમલને લાગ્યુ કે રિષભની તબિયત ખરાબ થઇ ગઇ હશે. પણ એમા હેમલનો પણ બિચારાનો શું વાંક? એને એવી તો ક્યાંથી ખબર હોય કે ગઇકાલે