પડછાયો - ૧૮

(44)
  • 4.4k
  • 2
  • 1.5k

પડછાયારૂપી રોકીની આત્માની મુક્તિ માટેની વિધિ કેવી રીતે કરવી એ વાતથી પરેશાન કાવ્યાને નયનતારાની યાદ આવી કે એ પોતાની મદદ કરી શકે છે પણ એ ક્યાં રહે છે એના વિશે કાવ્યા જાણતી ન હોવાથી નયનતારાને કેવી રીતે શોધવી એ પોતાના મમ્મી અને સાસુ સાથે ચર્ચા કરી રહી હતી.અચાનક જ વીજળીના કડાકા સાથે વરસાદ ચાલુ થઈ ગયો. હોલની બારીમાંથી જોરદાર પવન સાથે વરસાદની વાંછટ અંદર આવવા લાગી. કાવ્યા ઊભી થઈને બારી બંધ કરવા ગઇ. તે બારી પાસે પહોંચી બારી બંધ કરવા ગઇ ત્યાં જ તેની નજર તેના ઘરના બગીચા પાસેના દરવાજા પર પડી. દરવાજાને અડીને કોઈ સ્ત્રી વરસાદથી બચવા માટે ઊભી