કળિયુગમાં શ્રીરામનો ચમત્કાર (સત્ય ઘટના)

(30)
  • 4.2k
  • 1.4k

આ સત્ય ઘટના સન.૧૮૮૦ ઓક્ટોબર-નવેમ્બરની એટલે કે દિવાળીની આસપાસની વાત છે. એક રામ-લીલા મંડળી લીલા ખેલવા તુલસી ગામ (જિલ્લો : જાંજગીર, છત્તીસગઢ, ભારત) આવી હતી. લીલામાં વીસ-બાવીસ કલાકારો હતા. જે એક સ્થાનિક વ્યક્તિ જગેશ્વર શુક્લાનાં ઘરમાં એક વિશાળ ઓરડામાં રોકાયા હતા. ત્યાં જ આ મંડળીનાં લોકો રહેતા ખાતા-પીતાને રિહર્સલ કરતા રહેતા હતા. આ મંડળીનાં સ્વામી અને નિર્દેશક હતા "પંડિત કૃપારામ દુબેજી". જેમની ઉંમર આશરે પિસ્તાલીસ-છેતાલીસ વર્ષની હતી. મંડળીમાં એક પાંત્રીસ-છત્રીસ વર્ષનો "ફોજદાર શર્મા" નામનો યુવક પણ હતો, જે પંડિત કૃપારામ દુબેનો સહાયક તેમજ લીલા મંડળીનો સહાયક નિર્દેશક પણ હતો. ફોજદાર ઘણો ઉગ્ર સ્વાભવનો હતો અને ઈર્ષ્યાળુ પ્રકૃતિવાળો હતો. રામ લીલામાં પ્રયોગમાં