જીવન - એક સંઘર્ષ... - 5

  • 4.5k
  • 2
  • 1.8k

" જીવન -એક સંઘર્ષ..." પ્રકરણ-5 આશ્કા અને ઐશ્વર્યા બંને ખૂબ થાકી ગયા હતા એટલે બંને શાંતિથી સૂઈ ગયા. ઐશ્વર્યાએ પણ રાત્રે વિતાડ્યું નહિ એટલે આશ્કાને થોડી રાહત લાગી કે અહીં આવીને વિતાડે નહિ તો બહુ સારું... મને તકલીફ ઓછી પડે. અને ખરેખર જાણે ઐશ્વર્યા પોતાની મમ્મી ની પરિસ્થિતિ સમજતી હોય તેમ એકદમ ડાહી ડમરી થઇ ગઇ હતી. બીજે દિવસે આશ્કા સવારે વહેલી જ ઉઠી ગઇ હતી. અને ઐશ્વર્યા ઉઠે તે પહેલા તેણે ઘણુંબધું કામ પતાવી દીધું હતું. ભગવતીબેનને આશ્કાને દીકરી આવી તે બિલકુલ ગમ્યું ન હતું. કદાચ દિકરો આવ્યો હોત તો ભગવતીબેન આશ્કાને અપનાવી લેત અને બધું બરાબર પણ થઇ