પાંચ લઘુકથા - 4

(35)
  • 4k
  • 3
  • 1.8k

પાંચ લઘુકથા- રાકેશ ઠક્કરભાગ-૪૧. ભજન નીલાબેનને થયું કે હજુ બે દિવસ પહેલાં તો ચંચળબેન મળ્યા હતા અને આજે અચાનક હ્રદયરોગના હુમલાથી સ્વર્ગે સિધાવી ગયા. ચંચળબેનના અવસાનના સમાચાર જાણ્યા પછી નીલાબેન દુ:ખી મનથી એમને યાદ કરી રહ્યા હતા. પોતે એમનું છેલ્લી વખત મોં જોઇ ના શક્યા એનો અફસોસ થતો હતો. બે દિવસ પહેલાં જ તો એ પડોશમાં રહેતા અને વૃધ્ધ સખી એવા ચંચળબેનને મળીને નીકળ્યા હતા. એક સામાજિક પ્રસંગે બહારગામ જવાનું ના થયું હોત તો મોંમેળાપ થઇ જાત. નીલાબેનને બીજા દિવસે સંદેશો મળ્યો કે ચંચળબેનની યાદમાં એમના પુત્ર મયંકે ભજનનો મોટો કાર્યક્રમ રાખ્યો છે. નીલાબેન પોતાનું કામ પતાવી ભજનના દિવસે આવી