રેવા.. - ભાગ૧૩

(33)
  • 5.8k
  • 2
  • 2.2k

સમયનું ખરીદી કરતાં મા દીકરીને ભાન ન રહ્યું, રેવાએ ઘડિયાળમાં જોયું તો સાંજના છ વાગી ગયાં હતાં. એટલે મા દીકરી ફટાફટ બજારેથી રીક્ષા પકડી ઘરે પહોંચી ગઈ. ઘરે જઈ રેવાએ લાવેલ પાનેતર અને ઘરચોળું બેગમાંથી બહાર કાઢી મોબાઈલ લઈ પાનેતર ઘરચોળાનો ફોટો પાડી તરત એનાં સાસુ શીતલબહેનને વોટ્સએપ સેન્ડ કર્યો અને લખ્યું મમ્મી જોઈને કહેજો બરાબર છે. આટલો મેસેજ કરી રેવા ફરી કામે લાગી ગઈ અને એક કલાક પછી સાસુ શીતલબહેનનો ફોન આવ્યો અને સીધા ગુસ્સામાં "બોલ્યાં રેવા તે મને પૂછ્યા વગર શા માટે ચૂંદડી અને પાનેતરની ખરીદી કરી, મેં તારા માટે લગ્નમાં પહેરવાં એક