લવ રિવેન્જ પ્રકરણ-30 “હાશ....! હવે કઈં રિલેક્સ ફીલ થયું...!” “બરોડાં એડવેન્ચર” પત્યાં પછી લાવણ્યાના ઘરેજ રોકાઈ ગયેલી અંકિતા બાથરૂમમાંથી ફ્રેશ થઈને બહાર નીકળતાંજ બોલી. “જાં લાવણ્યા...!? તું પણ ફ્રેશ થઈજાં હવે...!” પોતાનાં વાળ ટોવેલ વડે પોતાનાં કોરાં કરતાં-કરતાં અંકિતા બોલી. ફ્રેશ થઈને તેણીએ લાવણ્યાનોજ નાઈટડ્રેસ પહેરી લીધો હતો. “ઓ મેડમ....!” ડ્રેસિંગટેબલમાં મિરરમાં પોતાનેજ ક્યારની જોઈ રહેલી લાવણ્યાએ અંકિતાની વાતનો કોઈ પ્રતીભાવ ના આપતાં અંકિતા ફરી બોલી “હવે આ ચણિયાચોલી ઉતારો....! અને ફ્રેશ થાવ....!” “મેડમ નઈ.....! ગામડાંની ગોરી....!” લાવણ્યા મજાકીયાં સ્વરમાં અંકિતા સામે જોઈને સ્મિત કરતાં બોલી. “ઓહો...! જોતો...! પાર્ટી બઉ ફોર્મમાં આઈ ગઈ એમ...!?” “તો શું....!” લાવણ્યાએ