સંબંધ-તારો ને મારો - 3

  • 3.6k
  • 1.3k

(ગયા ભાગ માં આપે જોયું કે પેલી સફેદ ઓઢણીવાળી યુવતી ને જોવા તલપાપડ બનેલા સમીરને આખરે કોલેજ છૂટતી વખતે નજીકના બસ સ્ટોપ પર એના દર્શન થઈ જ ગયા. અત્યંત રૂપાળી એ યુવતીને જોઈને સમીર જાણે સુન્ન થઈ ગયો હતો. એમાં ને એમાં ક્યારે ઘરે આવી ગયો એનું ભાન પણ ન રહ્યું.. હવે જોઈશું આગળ) મમ્મીએ દરવાજો ઉઘાડયો. સામે ગુમસુમ ઉભેલા સમીરને જોયો. હંમેશા હાસ્યની છોળો રેલતા પોતાના લાડકવાયાને આમ ચૂપચાપ જોઈ ગીતાબેનને આશ્ચર્ય થયું. એમને સમીરને ઘરમાં આવતાંવેંત કહ્યું "આવો સાહેબ આવો. તમારી જ રાહ હતી. બોલો, મહાશય શુ લેશો આપ? કોફી કે પછી કોલ્ડ કોફી કે પછી ગ્રીન ટી