જીવન - એક સંઘર્ષ... - 4

  • 4.3k
  • 2
  • 1.8k

" જીવન - એક સંઘર્ષ..." પ્રકરણ-4 આપણે પ્રકરણ ત્રણમાં જોયું કે ભગવતીબેન અને સમીર એકાદ બે દાગીના અને એકવીસ જોડી કપડા લઇ દશ બાર સગાવ્હાલાને લઇને ઐશ્વર્યાને રમાડવા આવ્યા હતા. આજે તે આશ્કાને અને ઐશ્વર્યાને પોતાની સાથે પોતાના ઘરે લઇને જ જવાના હતા. ઐશ્વર્યાને રમાડવાનો પ્રોગ્રામ પૂરો થયો એટલે રમાબેન અને નિરાલીએ બધાને માટે જમવાનું બનાવી રાખ્યું હતું તે બધા સાથે જમવા બેઠા. જમીને તરત જ ભગવતીબેને આશ્કાને નીકળવા માટે તૈયાર થવા કહ્યું. આશ્કા છેલ્લા બાર મહિનાથી અહીં પપ્પાને ત્યાં મમ્મી-પપ્પા અને બેન નિરાલીની સાથે હતી એટલે આટલા બધા સમય પછી સાસરે જવાનું તેને થોડું આકરું લાગે છે અને તેમાં