જીવન સાથે એકરૂપ થઈ જીવો

  • 2.8k
  • 1
  • 748

જીવન સાથે એકરૂપ થઈ જીવોશું આપણે ખરેખર જ એક જીવંત કહેવાય એવું જીવન જીવી શકીએ..? જવાબ છે હા.જીવંત જીવવું એટલે કે જીવનને પૂર્ણરૂપથી અનુભવવું અને તેનો સ્વીકાર કરવો.જીવનનાં અસ્તિત્વમાં ઓતપ્રોત થઈ જવું. જયારે આપણે આમ એકરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને ઘણી બાબતો રોકે છે.જેમ કે ભવિષ્ય વિશેની ચિંતાઓ,ઈચ્છાઓ,શંકા-કુશંકાઓ,જ્ઞાત કે અજ્ઞાત ભય અને સૌથી છેલ્લું પણ સૌથી મોટું પરિબળ અજ્ઞાનતા અને અવાસ્તવિકતા.આ જીવનરૂપી ભવ્ય સાગરનાં વહેણનાં પ્રવાહમાં વહેવાનું આપણે શીખવું પડશે અને એ પ્રવાહને સમજવો પણ રહયો.આપણે સૌ જાણીએ છે કે વજનમાં હલકી વસ્તુઓ પાણીમાં તરી જાય છે અને ભારે વસ્તુઓ ડૂબી જાય છે.એ જ નિયમ જીવન સાગરને પણ