ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 1

(68)
  • 7.5k
  • 5
  • 2.7k

સફરની શરૂઆત... __________________ [આ નોવેલ રહસ્યમય ટાપુ ઉપર વસવાટ નવલકથાનો બીજો ખંડ છે. આ નવલકથા વંચાતા પહેલા રહસ્યમય ટાપુ ઉપર વસવાટ નવલકથા જરૂર વાંચજો તો જ આ નવલકથાને સમજવામાં સરળતા રહેશે. આભાર સહ..] કેપ્ટ્ન અને એમના સાથીદારો દ્વારા નિર્માણ કરવામાં આવેલા નગરનું નામ ક્લિન્ટન નગર રાખવામાં આવ્યું. અલ્સ પહાડની તળેટીમાં અને ઝોમ્બો નદીની બન્ને બાજુએ વસેલું ક્લિન્ટન નગર અદ્ભૂત અને રમણીય લાગી રહ્યું હતું. અલ્સ પહાડનું અદ્ભૂત સૌંદર્ય અને ઝોમ્બો નદીનો રમણીય કિનારો સમગ્ર નગરવાસીઓ માટે એક અનમોલ કુદરતી ભેંટ હતી. ક્રેટી અને જ્યોર્જ તથા પીટર અને એન્જેલાના લગ્ન થયા બાદ કેપ્ટ્ન હેરી એમના સાથીદારોને રાજ્યાશનના એક ખંડમાં