અખાડો

  • 3.3k
  • 756

વાર્તા- અખાડો લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 રામુદાદા ખુરશીમાં બેઠા હતા.અખાડો ખોદાઇ રહ્યો હતો.રોજ સવારે છ થી આઠ અને સાંજે પાંચ થી સાત રામુદાદાના અખાડામાં કુસ્તી દાવ ખેલાતા.બંને સમયે હનુમાનદાદાને દીવો અગરબત્તી કર્યા પછી કુસ્તી ચાલુ થતી.રામુદાદા નિવૃત્ત શિક્ષક હતા આ રૂપપુર ગામમાં જ જન્મ્યા હતા, અહીં જ જીવનભર નોકરી કરી અને હવે ગામના યુવાનોને પહેલવાન બનાવવાનું ભગીરથ કામ કરી રહ્યા હતા.ભગીરથ કામ એટલા માટે કે આજના યુવાનો તંદુરસ્તી પ્રત્યે બેદરકાર, વ્યસની, ખાવાપીવામાં બેકાળજી, બનીઠનીને ફરવાનું આવા યુવાનોને અખાડામાં આવતા કરી દીધા હતા. પાંચ વર્ષ પહેલાં અખાડો ચાલુ કર્યો ત્યારે ગામલોકો હસતા હતા કે હવે તો લોકો જીમમાં જાયછે