સુંદરી - પ્રકરણ ૩૦

(99)
  • 5.4k
  • 5
  • 3.3k

ત્રીસ “જમણી તરફ વાળી લ્યો.” પ્રાઈવેટ રોડ પૂરો થતાં અને મેઈન રોડ શરુ થતાં જ સુંદરીએ હોન્ડાના જમણી તરફના અરીસામાં જોતાં જોતાં કહ્યું. “અરે, પણ આપણે તો સીધા...” વરુણ હજી બોલ્યો ત્યાં તો... “શોર્ટકટ છે.” સુંદરી બોલી અને વરુણ બીજી કોઈ દલીલ કરે તે પહેલાં જ તેણે પોતાના હોન્ડાની સ્પિડ વધારી દીધી અને જમણી તરફ વળતા રસ્તા પર વળી ગઈ. વરુણને પણ આશ્ચર્ય થયું કારણકે તે આ વિસ્તારનો પૂરો જાણકાર હતો અને તેને ખબર હતી કે સુંદરીએ જે રસ્તો પસંદ કર્યો છે પોતાના ઘેર જવાનો તે શોર્ટકટ બિલકુલ નથી ઉલટું તેને ઘરે પહોંચતા એ બંનેને દસેક મિનીટ વધુ થશે.