લવ બ્લડ - પ્રકરણ-49

(77)
  • 5.1k
  • 4
  • 2.1k

લવ બ્લડપ્રકરણ-49 સરખું અજવાળું થતાંજ દેબાન્શુ માં ને કહી બાઇક લઇને નીકળી ગયો. આજે સૂચિત્રા રોય ખૂબજ ચિંતામાં હતા. એમને ન સમજાય એવી લાગણી થઇ રહી હતી. દેબાન્શુએ ચા નાસ્તો કર્યો. આશ્વાસન આપીને રીપ્તાનાં ઘરે જવાં નીકળી ગયો. રીપ્તા દેબુને જોઇને સમજી ગઇ. દેબુ કંઇ બોલે પહેલાં એનો ચહેરો જ ચાડી ખાતો હતો. દેબુએ રીપ્તાને જોઇને કહ્યુ "રીપ્તા પાપાનાં સમાચાર તો આવ્યાં પરંતુ હજી આપણે ઘરે પહોચ્યાં પછી માં નાં મોબાઇલ પર ધમકીનાં સૂરમાં ફોન આવેલો માં ખૂબજ ચિંતા કરે છે પાપા અંગે. રીપ્તાની માં બહાર દોડી આવીને બોલી "અરે દેબુ આવ આવ અંદર શું થયુ કેમ તારો ચહેરો આટલો