પડછાયારૂપી રોકીએ કાવ્યા પાસે પોતાની આત્માની મુક્તિ માટે અરજ કરી અને કાવ્યાએ વિચાર્યા વગર જ હા પાડી દીધી પછી યાદ આવ્યું કે આત્માની મુક્તિ માટેની જે વિધિ છે એ તો તેને આવડતી જ નથી. તેણે તેના મમ્મી કવિતાબેન અને સાસુ રસીલાબેન પાસે સલાહ લીધી પણ તેમની પાસેથી પણ કોઈ મદદ ના મળી. વાતોમાં ને વાતોમાં જ સવાર પડી ગઈ. બધાએ નાહી ધોઈ નાસ્તો કરીને નવરાં થઈ ગયા. બધાના મનમાં બસ એક જ વિચાર હતો કે રોકીની આત્માની મુક્તિ માટેની વિધિ કેવી રીતે થશે. કાવ્યા તો રોકીને પોતે વિધિ કરશે એવું વચન આપવા બદલ પસ્તાઈ રહી હતી. પરંતુ હવે પસ્તાવાનો કોઈ અર્થ