*વાવેલો સંબંધ* *કન્ડકટર ભાઇસાબ,આ મારી દીકરી બસમાં એકલી જ છે. એનાં મામાને ઘરે જઇ રહી છે. તમે જરા એનું ઘ્યાન રાખજો…ને… વાસણા આવે એટલે ઉતારી દેજો! જો ઊંઘી ગઇ હોય તો જગાડજો!’* પંદર વર્ષ પહેલાંની ઘટના. ઓગસ્ટનો મહિનો હતો. વરસાદના દિવસો હતા. ચરોતરના એક જાણીતા ગામનો સુખી અને સમૃદ્ધ પટેલ પિતા એની તેર-ચૌદ વર્ષની દીકરી જયશ્રીને અમદાવાદ આવતી એસ.ટી.ની બસમાં બેસાડતી વખતે કન્ડકટરને ભલામણ કરી રહ્યો હતો. છોકરીને જે સીટ ઉપર જગ્યા મળી, એ જ બેઠક ઉપર અમદાવાદના મુકેશભાઇ પણ બેઠા હતા અને ચુપચાપ આ દૃશ્ય જોઇ-સાંભળી રહ્યા હતા. જયશ્રીના પિતા રમણ પટેલ બસ ઉપડવાની થઇ ત્યાં સુધી