અમી કાવ્યો

(21)
  • 4.8k
  • 1.5k

1) ખુલ્યું ઘર.. કિચુડ કિચુડ ના અવાઝથી, ખુલ્યા આજે કમાડ ઘરનાં, ઉંબરા આજે હરખાઈ ઉઠ્યા, કોઈક તો આવશે ઘરમાં. ઘરનો હિંચકો ઝૂલી રહ્યો આજે, ઠેસ વિના એમજ, ભીંતો પણ ડોલી ઉઠી, પડઘા પડ્યા આજે અવાઝના, ઘરનાં માળિયામાં હતો માળો, સુનો છે આજે, પાંખ લગાવી ઉડી ગયા સૌ, પોતાના પેટ કાજે. ઘરમાં ભર્યો છે યાદો નો ખજાનો, લૂંટે છે સૌ આજે, સમય મળ્યો છે સાધજે વ્હાલા,કિંમતી પળને કાજે. આંગણાનો ગુલમહોર મ્હોરી ઉઠયો છે આજે, સુનું આંગણ ચ્હેકી ઉઠ્યું, ક્લબલ અવાઝ સાથે. નેવલેથી ટપકતા લાગણીઓના, થયા છે "અમી"ઝરણાં, સુમધુર તાલ મિલાવતા