તરસ પ્રેમની - ૬૫

(62)
  • 5.1k
  • 5
  • 1.6k

મેહા અને મિષા રેસ્ટોરન્ટમાં જાય છે.રજતના બીજા કેટલાંય વીડીયો વાઈરલ થયા. પરિણામે દિવસે દિવસે આ રેસ્ટોરન્ટમાં ભીડ વધવા લાગી. રજતે જીન્સ, શર્ટ ઉપર જેકેટ પહેર્યું હતું. રજતે પોતાના વાળને વ્યવસ્થિત બાંધી દીધા હતા. દાઢી પણ માપસરની... રજત ખરેખર ચાર્મિગ અને હેન્ડસમ લાગતો હતો. મિષા અને મેહા ટેબલ પર બેઠાં. મેહાની પાસેના ટેબલ પર કેટલીક યુવતીઓ બેઠી હતી. મેહાને એ યુવતીઓનાં શબ્દો સંભળાયા... "કેટલો hot છે આ રજત રઘુવંશી."મન તો થાય છે કે આ રજતને બાઈટ કરી લઉં." મેહાને ન ગમ્યું કે આ લોકો રજત વિશે આવી વાત કરે છે. રજત સ્ટેજ પર ગયો. મેહાને સ્હેજ પણ ખ્યાલ ન આવે એ