જીંગાના જલસા - ભાગ 6

  • 2.7k
  • 980

પ્રકરણ 6 આગળ આપણે ઉદયપુર અને જીંગાભાઈના ઝલસા જોયા.... હવે આગળ..... સહેલીઓ કી બાડીથી લગભગ ચાલીસ બેતાલીસ કિલોમીટર દૂર હલ્દી ઘાટીનું મેદાન આવેલ છે. અમે એકાદ કલાકની મુસાફરી બાદ હલ્દીઘાટીના મેદાનમાં પહોંચ્યા. અરાવલી પર્વતમાળામાં આવેલ હલ્દીઘાટી તેની પીળી માટી માટે પ્રખ્યાત છે. આખું મેદાનમાં બધે જ પીળી માટી દેખાતી હતી.એટલા માટે તો આ મેદાનનું નામ હલ્દીઘાટી પડ્યું, કેમકે આપણા રસોડામાં વપરાતો એક મસાલો હળદર જેને હિન્દીમાં "હલ્દી" કહે છે. એનો રંગ અહીંયાની માટીના રંગ જેવો છે આથી આખા વિસ્તારને હલ્દીઘાટી વિસ્તાર કહેવામાં આવે છે. રાજસ્થાનના ઉદયપુરથી લગભગ ચાલીસ બેતાલીસ કિલોમીટર દુર હલ્દીઘાટીનું મેદાન મહારાણા પ્રતાપના પરાક્રમો સાથે ખૂબ પ્રખ્યાત થયું