ફૂટપાથ - 3

(31)
  • 4.6k
  • 1
  • 2k

આગળના પ્રકરણમાં જોયુ કે પૂર્વીએ સંદિપ સાથે અમુક ચોખવટ કરવાનો નિર્ણય કર્યો હવે આગળ ---------------_-------------------પૂર્વી અને સંદિપ સામસામે ગોઠવાઈ ગયા અને સંદિપ પૂર્વી વાત ની શરૂઆત કરે તેની રાહ જોઇ રહ્યો, થોડીક ક્ષણો ની ચૂપકી બાદ પૂર્વીએ વાત ની શરૂઆત કરી, " તારા શોખ તને મુબારક સંદિપ, ભૂલેચૂકે ના માની લેતો કે હું આ સ્વિકારી લઈશ, હું રડીશ તને વિનંતી કરીશ કે પાછા ફરવાનો આગ્રહ કરીશ. ગઈ કાલે જ્યારે ખબર પડી તો ઇચ્છતી હતી કે આ ખોટું હોય, મારુ એક દૃસ્વપ્ન હોય, પરંતુ ત્યાર બાદ ના તારા વર્તને મને જમીન પર લાવી દીધી છે. હું આ ઘરમાં છું તો એવું ના સમજીશ કે લાચાર છું