ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-17

(118)
  • 6.5k
  • 6
  • 4k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-17 બીજા દિવસની બપોર થઇ ગઇ હતી. નીલાંગ એનાં પબ્લીશીંગ હાઉસમાં કાંબલે સાથેજ બેઠો હતો. બંન્ને જણાં સવારથી સ્ટ્રેટેજી બનાવી રહેલાં કાંબલેનાં કુશળ ભેજામાં આઇડીયા આવી ગયેલો કે અનુપ ઇન્ડસ્ટ્રીઝનાં અનુપ સર અને એનાં દીકરા અમોલની ખબર કેવી રીતે રાખી શકાય ? જાણકારી મેળવવા માટે શું કરવું ? હજી ઘટનાને બને હજી માંડ 24 કલાક થયાં હતાં. મોટી હસ્તીને ત્યાં આવી દુઃખદ અને શંકાસ્પદ ઘટના થઇ હતી પોલીસ એની દોડધામમાં હશે જ્યાં સુસાઇડ કરેલું છે એ જગ્યા સીલ હશે. હવે આગળ સનસની મચી જાય એવા ન્યુઝ ત્યાંથી લાવવા ? કાંબલે સાથે ઘણી ચર્ચા પછી લગભગ બધીજ જાતનાં એંગલથી