સુંદરી - પ્રકરણ ૨૯

(94)
  • 4.7k
  • 4
  • 3.1k

ઓગણત્રીસ “સર મારી સાથે ફક્ત ચાર જ જણા આવ્યા છે અને ઓલરેડી પોણા આઠ થઇ ગયા છે.” વરુણે પ્રોફેસર શિંગાળાને નિરાશાજનક સૂરમાં કહ્યું. વરુણના આમ કહેતાં જ સુંદરીનું ધ્યાન પેલા વ્યક્તિથી ફંટાઈને વરુણ અને પ્રોફેસર શિંગાળાની ચર્ચામાં વળ્યું. “મને લાગે છે કે આપણે જરા કડક થવું પડશે. શું કયો છો પ્રોફેસર શેલત?” પ્રોફેસર શિંગાળાએ સુંદરીને પૂછ્યું. “બિલકુલ! બાકીના દિવસોએ તો કોલેજ હોય છે એટલે એ બધા હાજર રહે એમાં નવાઈ નથી, પણ રવિવારે જ્યારે રજાનો દિવસ હોય છે ત્યારે જો આ રીતે હાજર ન રહે તો પછી પ્રેક્ટીસનો કોઈ મતલબ ન રહે. આપણી પાસે આમ જુઓ તો ફક્ત બે જ