જીવન - એક સંઘર્ષ... - 2

(11)
  • 4.2k
  • 2
  • 2k

" જીવન- એક સંઘર્ષ..." પ્રકરણ-2 આપણે ગયા પ્રકરણમાં જોયું કે મનોહરભાઇના મિત્ર વિપુલભાઈએ નિરાલી માટે એક ખૂબજ પૈસાવાળા ઘરનો દિકરો બતાવ્યો હતો...હવે આગળ.... છોકરાવાળા મનોહરભાઇના ઘરે નિરાલીને જોવા માટે આવ્યા તેમને નિરાલી થોડી શ્યામ હોવાને લીધે ન ગમી અને તેને બદલે આશ્કા ખૂબજ રૂપાળી હતી તેથી ગમી ગઈ. તેમણે મનોહરભાઇના મિત્ર વિપુલભાઈ જોડે ચોખ્ખું કહેવડાવ્યું કે, " અમારા સમીર સાથે નાની દીકરી આશ્કાનું સગપણ કરવું હોય તો અમે તૈયાર છીએ. " રમાબેને મનોહરભાઇને સમજાવ્યા કે, " આટલા બધા રૂપિયાવાળા ઘરનું માંગું જતું કરવા જેવું નથી. અને છોકરો એકનોએક છે, તેની એક બેન લંડનમાં સેટલ છે, છોકરાની પણ ફાઇલ મૂકેલી છે.