શ્યામ તારા સ્મરણો.....ભાગ-૩

  • 2.7k
  • 790

સવાર થતા જ વહેલી પરોઢે સંધ્યા ઉઠી જતી, શિયાળા ની વહેલી સવારમાં વાતાવરણ એટલું રમણીય લાગે કે જાણે આકાશ ના બધા જ વાદળો ધરતીની શેર કરવા માટે નીકળ્યા હોય,સવાર ના 6:૦૦ વાગ્યાનો સમય હોય અને ઠંડી પણ લાગતી હોય ચારેકોર ધુમ્મસ છવાયેલો હોય અને ઝાકળ પણ જાણે કે ધરતીને મોતીની ચાદર ઓઢાડતી હોય એમ ઘરની આસપાસ રહેલા ફૂલ-ઝાડ પર અને ઘાસ પર જોવા મળે,સૂર્ય ઉગતાની સાથે જ એના કિરણો એ ઝાકળ બિંદુઓ પર પડે અને એ મોતીના સ્વરૂપે ચળકવા લાગે.એટલા સુંદર વાતાવરણમાં સંધ્યા નિત્યક્રમ પતાવી અને ઘરમાં દીવાબત્તી કરી ને ધૂપ-દીપ પ્રગટાવીને સવાર ના એ વાતાવરણ માં વધારે જ સુંદરતા