પ્રથમ મિલન - 3

(11)
  • 4k
  • 1
  • 1k

આઠમને તો હજુ ત્રણ ચાર દિવસ બાકી હતા પણ મને એ દિવસો સદીઓ જેવા લાગેલા..! દિવસ નજીક આવતા આવતા મેં બધી તૈયારીઓ કરી લીધી હતી, ચણીયાચોળી બરાબર ચેક કરી હતી, ઓર્નામેન્ટસ્ વગેરે તૈયાર હતું... આઠમને દિવસે હું માસીના ઘરે સાંજે પાંચ વાગતા હાજર થઇ ગયેલી..! મને આરતીની થાળી ડેકોરેટ કરવાનો શોખ, અને આજે માસીની આરતીનો વારો હતો એટલે એમની થાળી સરસ શણગારેલી... આરતી બાદ બધાએ થાળીના વખાણ કરેલા, પણ મને સૌથી વધુ ત્યારે ગમ્યું જ્યારે રમાઆન્ટીએ મારા વખાણ કર્યાં..! આ વર્ષે તો એમનો આરતીનો વારો જતો રહ્યો હતો, પણ આવતે વર્ષે એમની થાળી હું જ શણગારુ એવુ એમનુ મન હતું..