પડછાયો - ૧૬

(40)
  • 4.1k
  • 2
  • 1.5k

પડછાયાના સ્વરૂપમાં રહેલો રોકી કાવ્યાને પોતાની આપવીતી કહી રહ્યો હતો જેમાં અમનના હાથે તેનું મૃત્યુ થયું હતું. અમને રોકીને પંદર માળની ઈમારતની છતની કિનારી પર ફક્ત શર્ટનો કૉલર પકડીને લટકાવી રાખ્યો હતો અને કૉલર ફાટતાં રોકી નીચે પડી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. બીજી તરફ કાવ્યાના મમ્મી કવિતાબેન અને સાસુ રસીલાબેન છતના દરવાજા પાછળ દરવાજો ખખડાવી રહ્યા હતા અને કાવ્યાની ચિંતા કરી રહ્યા હતા. કેટલીય વાર સુધી દરવાજો ખખડાવ્યાં છતાં પણ કોઈ પ્રતિસાદ ન મળતાં તેઓ ત્યાં જ નીચે બેસી ગયાં હતાં. "મારી આખી જિંદગીમાં મેં પહેલી વખત આવું જોયું છે. કાવ્યા તો બસ એની મેળે જ ખેંચાઈ રહી હતી. હું