DESTINY (PART-33)

  • 2.5k
  • 722

જૈમિકના જન્મદિવસ પછીના થોડાક જ મહિનામાં નેત્રિનો જન્મદિવસ આવી જાય છે. જેટલી ઉત્સુકતા કદાચ નેત્રિને નહીં હોય એટલી ઉત્સુકતા જૈમિકને નેત્રિના જન્મદિવસની હોય છે. આમ તો હમેશાં નેત્રિના જન્મદિવસ પર ખાસ સરપ્રાઇઝ હોય જ જૈમિકની પરંતુ આ વખતે કુદરતની સરપ્રાઇઝ સામે એની બધી સરપ્રાઇઝ ફીકી હતી. આમ છતાં જૈમિક વિચારે છે નેત્રિનો જન્મદિવસ એમજ ખાલી ખાલી જતો રહે એ યોગ્ય નથી. તો ભલે આ વખતે સરપ્રાઇઝ નહિતો કાંઇક નાની ગિફ્ટ તો મારે લેવી જ જોઈએ એની માટે એમ વિચારી બજારમાં પહોંચેલા જૈમિકને શું લેવું એની માટે એવું કાંઈજ સુજતુ નથી. અચાનક ત્યાં એની એક સ્ત્રીમિત્ર જે