કલાકાર ભાગ – 15 લેખક – મેર મેહુલ મારી સામે આરાધના ઉભી હતી. તેનાં ચહેરા પર મોટી સ્માઈલ હતી. હું તેને જોઈને ફરી ખોવાય ગયો. તેની સ્માઈલ મને આકર્ષતી હતી. મારાં ચહેરા પર સ્મિત આવી ગયું. “તમારી સામે ચોર ઉભો છે અને તમે હસો છો સર ?, આવું પહેલીવાર બની રહ્યું હશે તમારી લાઈફમાં” આરાધનાએ દરવાજા પર ટેકો આપ્યો. એ બિન્દાસ હતી. “કોઈ ચોર સામેથી ચોરેલો સમાન પાછો આપવા આવ્યો હોય એવું પણ પહેલીવાર જ બન્યું છે” મેં હસીને કહ્યું. “આઈ એમ સૉરી” તેણે કહ્યું, “મને ખબર નહોતી તમે CID ઑફિસર છો” “થોડીવાર પહેલાં મળ્યાં ત્યારે તું કહીને બોલાવતી