જીંગાના જલસા - ભાગ 4

  • 2.9k
  • 1.1k

પ્રકરણ 4 આગળ આપણે પીસ પાર્ક અને ત્યાં બનેલ ઘટના જોઈ.હવે આગળ..... બસમાંથી ઊતરતા જ કુદરતનો નજારો જોઇને જ અમારા મોઢા આશ્ચર્યથી પહોળું થઈ ગયા. મોટા મોટા પથ્થરો વચ્ચે સૂર્ય સંતાકૂકડી રમતો હોય એવું દ્રશ્ય અમારી સમક્ષ દેખાઈ રહ્યું હતું. બધા જ સૂર્યને હાથમાં લઈને ઊભા હોય એ રીતે ફોટા પડાવવા લાગ્યા. આમ તો બસ પાર્ક કરી ત્યાંથી એક ઉંચી ટેકરી ચઢીને ત્યાંથી સૂર્ય આથમતો જોવાનો હતો પણ બધા ફોટા પડાવવા ગમે તે જગ્યા પર પહોંચવા લાગ્યા. એક ફોટોગ્રાફર અમારી પાસે આવીને બોલ્યો;"સર પરફેક્ટ હાથમેં સૂર્ય હોગા ઇસ તરહ સે ફોટા ખીંચ દુ". જીંગાભાઈ આ સાંભળીને બોલ્યા;"તારા બાપની જાગીર છે